Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ-રણુંજા અને રણુંજા-હરિપર માર્ગો વન-વે જાહેરઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

તા. ૧ર થી ૧૪ સપ્ટેમ્બર સુધી લોકમેળાના કારણે

જામનગર તા. ૧૦: આગામી તા. ૧ર થી ૧૪ સપ્ટેમ્બર સુધી કાલાવડથી રણુંજા જવાનો અને રણુંજાથી હરિપર આવવાનો રસ્તો બંધ રહેશે, એટલે કે વન-વે થઈ જશે. રણુંજા મંદિરમાં લોકમેળો યોજાનાર હોય, લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન જાળવવાના હેતુથી જાહેનામું બહાર પાડવામાં આવ્યું.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ, રણુંજા રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોય, લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન જાળવવાના હેતુથી રણુંજા આવવા-જવા માટેનો રસ્તો એક માર્ગિય કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેનામા મુજબ આગામી તા. ૧ર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન કાલાવડથી રણુંજા જવા માટે કાલાવડથી રણુંજાનો રસ્તો બંધ કરવામાં આવશે. માત્ર રણુંજા મેળામાંથી કાલાવડ આવવા માટે રસ્તાનો ઉપયોગ કરી શકાશે, તેમજ રણુંજાથી હરિપર (ખંઢેરા) આવવા માટેનો રસ્તો બંધ કરવામાં આવશે, ફક્ત હરિપરથી રણુંજા જવા માટે આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે. એટલે કે વન-વે રહેશે.

સરકારી વાહનો, પોલીસના વાહનો, ઈમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે, તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh