Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાટમાળ નીચે વધુ લોકો દબાયેલા હોઈ શકે
દહેરદૂન તા. ૧૦: કેદારનાથ હાઈ-વે પર ભૂસ્ખલનમાં પાંચના મોત થયા છે, અને હજુ ઘણાં શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા છે. રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈ-વે પર સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યા છે અને ર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જો કે અન્ય ઘણાં શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. અહેવાલો અનુસાર એસડીઆરએફ, એનડી-આરએફ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોન-પ્રયાગ મોકલવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ અકસ્માતના દુઃખદ સમાચાર મળતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે 'એક્સ' પર લખ્યું કે, 'સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલનના કારણે કેટલાક મુસાફરો દટાયા છે. હું પોતે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. હું મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરૂ છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial