Advertisement
Author: નોબત સમાચાર

૧૦૦ મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા 'નવજીવન હાટ' પ્રોજેક્ટ કર્યો શરૂ

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

અમદાવાદ તા. ૧૦: અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૩૨ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને તેઓને પુનઃવર્સન આપવાનું કાર્ય કરે છે. હાલ ૫૦થી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલાં તરૂણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને આત્મ નિર્ભર બનાવવા સંસ્થામાં ચાલતા વોકેશનલ સેન્ટર કે જ્યાં મનોદિવ્યાંગ બાળકોને હેન્ડીક્રાફ્ટ-ડેકોરેશનની વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે અને સંસ્થા દ્વારા તેનું વેચાણ કરવામાં આવે છે તે પ્રવૃત્તિને નવું સ્વરૂપ આપી મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સંસ્થા દ્વારા 'નવજીવન હાટ' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સુભાષ આપ્ટેએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ ત્રણ ગ્રુપ પાડી મનોદિવ્યાંગ લાભાર્થીઓને અલગ અલગ કાર્ય વહેંચી દેવાયા હતાં. જેમાં એક ગ્રુપ હેન્ડીક્રાફ્ટ-ડેકોરેશનની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે જ્યારે બીજું ગ્રુપ ઉત્પાદિત થયેલી વસ્તુઓનું પેકીંગ કરે અને ત્રીજું ગ્રુપ વાલીઓની મદદથી વેચાણ કરે. મનોદિવ્યાંગ તરૂણો દ્વારા ઉત્પાદિત થયેલી રાખડી, પગલુછણીયા, કવર, દીવા, મીણબત્તી, અગરબત્તી, ડેકાવટી, આરતી, થાળી, કીચેન, રંગોળી, ફ્લોટીંગ દીવા, વેક્સ દીવા જેવી વસ્તુઓના વેચાણના નફામાંથી આ મનોદિવ્યાંગજનોને વળતર ચૂકવવામાં આવે છે. આ રીતે નવજીવન હાટ પ્રોજેક્ટ હેઠળ ૩૫ મનોદિવ્યાંગજનો કમાતા થયા અને સંસ્થાનું પ્રોડક્શન અને વેચાણ પણ વધ્યું. શરૂઆતના સમયમાં આ તરૂણો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ ૧ લાખ રૂપિયા જેટલું હતું જે આજે સંસ્થા દ્વારા કરાયેલા નવા પ્રયાસોને કારણે રૂપિયા ૫ લાખે વહેચ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh