Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની ટીમ દ્વારા ગઈકાલે થયેલા
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કામગીરીમાં તાવનાં ૯૯ કેસ જોવા મળ્યા હતાં.
જામનગરમાં ૧ર આરોગ્ય કેન્દ્રમાં ગઈકાલે ૧૦૮૭ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઝાડાના ર૦, શરદી-ઉધરસનાં ૩૧, સામાન્ય તાવના ૧૦, ચામડીનાં ૧૬૩ અને અન્ય ૮૬૩ કેસ નોંધાયા હતાં.
આમ કુલ ૧૯પ૦ લોકોએ ઓપડીનો લાભ લીધો હતો. લોક જાગૃતિ માટે પત્રિકા અને ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા જેવા કેઈસને નિયંત્રણમાં રાખવા માટ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તા. ૮ નાં ૩૩ સુપરવાઈઝર, ૧૮૪ સર્વેલન્સ ટીમ દ્વારા ૧૦૮૭૧ ઘરનાં ૪૫૪૭૨ લોકોની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ૫૫૪૬૧ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન તાવનાં ૯૯ કેસ નોંધાયા હતાં. જેમને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. ર૪૦ ઘરમાં ર૪ર પાણીના પાત્રોમાં પોરા જોવા મળ્યા હતાં. ૭૮૬૦ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી તથા રપ૪ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયા હતાં. ૧૯ સેલરોમાં પાણી ભર્યા હોવાથી ત્યાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.
૪પ સ્થળોએ જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. એસએસઆઈની જરૂરિયાત મુજબ ૧૫૭૭ કિલો જંતુનાશક પાવડરનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial