Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૮૯%ના કારણે બફારોઃ

જામનગર તા. ૧૦: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

વરસાદની આગાહી વચ્ચે જામનગરમાં વાદળોના આંટાફેરા યથાવત રહ્યાં છે. નગરમાં વરસાદી વાદળોના આવાગમન વચ્ચે આજે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે નહીંવત ઘટીને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડીગ્રી નોંધાયું હતું. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરના સમયે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh