Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્લિનિક્સ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-ર૦ર૧ હેઠળ
જામનગર તા. ૧૦: જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટરકચેરીમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-ર૦ર૧ ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલમાં સપ્ટેમ્બર ર૦ર૪ માસ સુધીમાં કરવામાં આવેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના વિભાગીય નાયબ નિયામક આરોગ્ય વિભાગ, રાજકોટ, કાયદા અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર અને દરેક પથી (ઉપચાર પદ્ધતિ) ના એસોસિએશનના પ્રમુખોનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં શહેર અને ગ્રામ્ય એમ બન્ને વિસ્તારોમાં ૭૦૦ થી વધુ ક્લિનિકો આવેલા છે. જે તમામને આ કાયદા અનુસાર સત્વરે રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવા માટે ઈ મેઈલ, વર્તમાનપત્રો તેમજ જે તે વિસ્તારના આરોગ્ય અધિકારી મારફતે જાણ કરવામાં આવી છે.
ગત્ તા. ર૭-૬-ર૦ર૪ ના તમામ સરકારી અને ખાનગી સારવાર કરતી અને મેડિકલ સંસ્થાઓને આ કાયદાની જાણકારી આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ પપ જેટલી હોસ્પિટલોએ રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરેલી છે. જેની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ થવાનું હોય, આ પોર્ટલ શરૂ થયા પછી તમામ મેડિકલ સંસ્થાઓ પોતાનું રજિસ્ટ્રેશન મોડામાં મોડું આગામી તા. ૩૧-૧ર-ર૦ર૪ સુધીમાં ફરજિયાતપણે કરાવી છે. તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંસ્થા રજિસ્ટ્રેશન કરાવવા માટેની કાર્યવાહી ન કરે તો ઉપરોક્ત એક્ટની જોગવાઈઓ અનુસાર તેમને દંડની કાર્યવાહી શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, એમ.પી. શાહ, મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, ડિસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફિસર ડો. સંદીપ રાઠોડ, વિભાગીય નાયબ નિયામક રાજકોટ, ઈન્ડિયન મેડિકલ એસો., બીએસએએમ/બીએએમએસ મેડિકલ પ્રેક્ટીશનર એસો., હોમિયોપેથિક મેડિકલ એસો., ઈન્ડિયન ડેન્ટલ એસો., જામનગરના પ્રમુખો તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial