Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂલના વિદ્યાર્થિનીના હસ્તે થયું ભૂમિપૂજન
જામનગર તા. ૧૦: જોગવડના રામદૂતનગરમાં રિલાયન્સ દ્વારા સંપૂર્ણ સુવિધાસજ્જ પ્રાથમિક શાળાનું નિર્માણ કરાશે. સૂચિત ગ્રીન બિલ્ડીંગનું વિદ્યાર્થિનીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.
જામનગર તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ તરીકે જોગવડના રામદૂતનગર વાડી વિસ્તારની પ્રાથમિક શાળાનું સંપૂર્ણ સુવિધાસજ્જ મકાન તૈયાર કરી આપવામાં આવશે. તાજેતરમાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાના આ નવા મકાનની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
જામનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગ્રામ પંચાયતની રજૂઆતને માન્ય રાખીને રિલાયન્સના ધનરાજ નથવાણીની મંજુરી અને માર્ગદર્શનથી તૈયાર થનાર આ ગ્રીન બિલ્ડીંગમાં કુલ આઠ વર્ગખંડો, ઈત્તર પ્રવૃત્તિઓ માટે વધારાના બે રૂમ, આચાર્યની ઓફિસ, સ્ટાફરૂમ, કુમાર અને કન્યાઓ માટેના અલગ સેનીટેશન બ્લોક, મુખ્ય પ્રવેશદ્વાર અને કમ્પાઉન્ડ વોલ સહિત કુલ ૭,૭૭૪ ચો.ફૂટનું બાંધકામ થશે.
ઉલ્લેખનિય છે કે, શાળાના નવા મકાનની સાથે સોલાર સિસ્ટમ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, સી.સી. ટી.વી., આર.ઓ. પ્લાન્ટ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, રમતના સાધનો સાથેનું મેદાન અને સંગીતના સાધનો પણ પૂરા પાડવામાં આવશે. શાળાને ઉપયોગી એવા બેંચ, ટેબલ, ખુરશી, કબાટ સહિતના ફર્નિચરથી સજ્જ કરીને બાંધકામ પૂૃણ થયે સુંદર વૃક્ષરોપણ કરી આ ગ્રીન બિલ્ડીંગ સત્તાધિકારીઓને સુપ્રત કરાશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થઈ રહેલી શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, યુવા ઉત્કર્ષ સહિતની સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિઓ આસપાસના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી હોવાના સ્થાનિક લોકોના પ્રત્યાઘાતો હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial