Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાની સાથે
જામનગર તા. ૧૦: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવનમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર હાજર અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારના ગામોમાં ઉકાળા, દવા વિતરણ કરવા માટે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. તા. ૯ થી ૧૧-૯-ર૦ર૪ સુધી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા, આયુર્વેદિક દવાઓના વિતરણ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ર૦ વિવિધ ગામો જેમાં દરેડ, ચેલા, કાનાલૂસ, પડાણા, પીપળી, લાખાબાવળ, વસઈ, બેડ, મોટી ખાવડી, મેઘપર, જોગવડ, વાંકિયા, નથુવડલા, સોયલ, જોડિયા, બાલંભા, સતાપર, મોટી ગોપ, નવાગામ, ભલાસણ બેરાજા આ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા, આરોગ્ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારીઓ, પૂરગ્રસ્ત વિસ્તારના ગામોના સી.એચ.ઓ., મુખ્ય સેવિકા બહેનો, આયુર્વેદ મેડિકલ ઓફિસરો અને અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial