Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદાથી સંઘર્ષિત કિશોર અને મામાની ધરપકડઃ
જામનગર તા. ૧૦: જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ સ્થિત પાંચમા માળના ફ્લેટમાં રૂ. ૩ લાખ ૪૫ હજારના દાગીનાની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે એક શખ્સને દાગીના સાથે દબોચી લીધો છે. આ શખ્સના કાયદાથી સંઘર્ષિત કિશોર એવા ભાણેજે તે ફ્લેટમાં હાથફેરો કર્યાની વિગત ખૂલી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા અપૂર્વ રેસીડેન્સી નામના બિલ્ડીંગના પાંચમા માળે રહેતા એક પરપ્રાંતિય પરિવારના રહેણાંકમાં ગયા સપ્તાહે ચોરી થઈ હતી. તે ફ્લેટમાં ઘૂસી ગયેલા તસ્કરે અંદરથી રૂ. ૩ લાખ ૪૫ હજારના દાગીનાની ઉઠાંતરી કરી હતી.
ઉપરોક્ત ગુન્હો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પીઆઈ પી.પી. ઝાના વડપણ હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. બનાવના સ્થળે તેમજ આખા વિસ્તારમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ફૂટેજમાં એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો જણાઈ આવ્યો હતો. તેના ફોટા પાડી પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
તે દરમિયાન પોલીસને બાતમીદારોએ વિગત આપી હતી કે, ઉપરોક્ત વર્ણનવાળો શખ્સ દિગ્જામ સર્કલ નજીક ખુલ્લા ફાટક પાસે બાવરીવાસ અને તેનો મામો વિક્કી ડાભી દિગ્જામ સર્કલ પાસે રહે છે. તે બાતમી સ્ટાફના જયદીપસિંહ, ક્રિપાલસિંહને મળતા તેના આધારે પોલીસે વિક્કી ડાભીને દબોચી લીધો હતો. તેની તલાશી લેવાતા એક પોટલી મળી આવી હતી. જેમાં ૯૫ ગ્રામ સોનાના દાગીના હતા. તે દાગીના વિશે પૂછપરછ કરાતા વિક્કી રણછોડભાઈ ડાભીએ તે દાગીના પોતાનો ભાણેજ આપી ગયો હોવાની અને તેણે ક્યાંક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
તે કબૂલાત પરથી કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત કરી પૂછપરછ કરાતા તેણે સરૂ સેક્શન રોડ પર અપૂર્વ રેસીડેન્સીમાં પાંચમા માળે ફલેટમાં હાથફેરો કર્યા પછી તે દાગીના બે-ચાર દિવસ સાચવી રાખ્યા પછી મામાને વેચી નાખવા આપ્યા હતા અને વિક્કી ડાભી ગઈકાલે તે દાગીના વેચવા માટે નીકળ્યો ત્યારે પોલીસના સકંજામાં આવી ગયો હતો. પોલીસે વિક્કી ડાભીની ધરપકડ કરી રૂ. ૩ લાખ ૪૫ હજારના દાગીના કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial