Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રોજગાર કચેરીમાં યોજાયેલા
જામનગર તા. ૧૦: જિલ્લા રોજગાર કચેરી, જામનગરમાં જોબફેર તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રોજગાર અધિકારી સરોજબેન સાંડપા દ્વારા જોબફેર, રોજગારીની તકો, જિલ્લા રોજગાર કચેરીની કામગીરી વિશે ઉમેદવારો અને નોકરીદાતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દર્શિત ભટ્ટ દ્વારા સ્વરોજગાર માટે વિવિધ લોન સહાય વિશે માહિતી આપવમાં આવી હતી. ત્યારપછી બત્રેની કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા સ્વરોજગાર, રોજગાર રજિસ્ટ્રેશન, અનુબંધમ પોર્ટલ, જોબફેરની વેકેન્સી વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવેલ. આ જોબફેરમાં ૧૬ જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ હાજર રહ્યા હતાં. તેમના દ્વારા હાજર રહેલા ૩૧૦ ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યૂ લેવમાં આવ્ હતું. જેમાં કાર્યક્રમના અંતે રર૧ જેટલા ઉમેદવારોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ જિલ્લા રોજગાર કચેરી જામનગરના પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર અને સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.
જોબફેરના અંતે મદદનીશ રોજગાર અધિકારી, ભારતીબેન ગોજિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ જિલ્લા રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial