Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૦: જામનગરના ગોકુલનગર નજીકની સાયોના શેરીમાં ગઈકાલે એક પરિણીતાએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેણીના પતિનું નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જામનગરના ગોકુલનગર નજીક રડાર રોડ પર આવેલી સાયોના શેરીમાં વસવાટ કરતા નિશાબેન હિમાંશુભાઈ સાધુ નામના પચ્ચીસ વર્ષના યુવતીએ પોતાના ઘરે ગઈકાલે સવારે કોઈ અકળ કારણથી મકાનના ઉપરના માળે આવેલા ઓરડામાં જઈ પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ટૂંપો ખાઈ લીધો હતો. આ બાબતની તેમના પતિ હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ સાધુને જાણ થતાં તેઓએ નિશાબેનને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. દોડી આવેલા ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલે પતિ હિમાંશુનું નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial