Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત કિસાન કોંગ્રસ દ્વારા
ખંભાળીયા તા. ૧૦: ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા તથા કોંગ્રેસી કાર્યકરો દ્વારા દ્વારકા તથા જામનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપીને બન્ને જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો હોય, લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરાઈ હતી.
બન્ને જિલ્લાના અમુક તાલુકાઓમાં બે થી ત્રણ-ચારગણો વરસાદ પડ્યો છે. દ્વારકામાં ૩૯૦% વરસાદ પડ્યો છે. ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા પાક સંપૂર્ણ નિષ્ફળની સ્થિતિમાં છે તથા સતત વરસાદથી રોજેરોજ કમાઈને ખાતા મજૂરો, માછીમાર પરિાવરોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા અછત મેન્યુઅલ મુજબ બન્ને જિલ્લાામાં લીલો દુષ્કાળ જાહેર કરીને તે મુજબ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
અછત મેન્યુઅલ ર૦૧૬ મુજબ ત્રીસ વર્ષમાં પડેલા વરસાદના ૪૦% ફેરફાર થાય તો લીલો કે અછતગ્રસ્ત વિસ્તાર જાહેર થાય. દ્વારકા જિલ્લામાં ૨૫૧% વરસાદ પડ્યો હોય, તુરંત જાહેર કરવો જોઈએ. ખેડૂતોની મગફળીનો પાક સાફ થઈ ગયો હોય, પ્રતિ હેકટર રપ હજાર અને ચાર હેકટરની મર્યાદામાં એક લાખ રૂપિયા આપવા માંગ કરાઈ છે. અગાઉ ખેડૂતોને પાક વીમો તથા એસ.ડી.આર.એફ., એન.ડી.આર.એફ. બે યોજનાના લાભો મળતા હતાં તેમ રાજ્ય સરકારના અલગ ભંડોળમાંથી લાભ આપવા જમીન ધોવાણનો વ્યવસ્થિત સર્વે કરવા અતિવૃષ્ટિ નુકસાનમાં ભાણવડનો સમાવેશ કરવા, દરિયા ખેડૂતોને કેશડોલ્સ આપવા, પશુપાલકોને સહાય આપવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial