Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના પ્રવાસ દરમિયાન સટાસટીઃ વર્જિનિયાના હર્નડનમાં સંબોધનો
વોશિંગ્ટન તા. ૧૦: લોકસભાની ચૂંટણમાંથી પછડાટ ખાધા પછી ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કોઈ બીતુ નથી, અને પ૬ ઈંચની છાતી હવે ભૂતકાળ એટલે કે ઈતિહાસ બની ગઈ છે, તેમ જણાવી અમેરિકાના વર્જિનિયામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોને સંબાધેન કરતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન મોદી પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે વર્જિનિયાના હર્નડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ડરાવવાની વ્યૂહનીતિ ચૂંટણી પછી તરત જ ગાયબ થઈ ગઈ છે. આ વ્યૂહનીતિ માત્ર ચૂંટણી પૂરતી જ સીમિત હતી, તે પણ ચૂંટણી પૂરી થતાં જ ગાયબ થઈ ગઈ. ઘણાં લોકોએ મને કહ્યું કે હવે ભય નથી લાગતો, હવે ભય ગાયબ થઈ ગયો છે.
ભાજપએ નથી સમજતું કે આ દેશ દરેકનો છે અને ભારત એક સંઘ છે. બંધારણમાં તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ભારત સંઘ છે. જેમાં વિવિધ ઈતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે. તેઓ (ભાજપ) કહે છે કે આ સંઘ નથી, કંઈક બીજું છે.
રાહુલ ગાંધીએ તીખા તમતમતા પ્રહારો કરતાં કહ્યું કે અમારા બેંક ખાતાઓ ચૂંટણીના ત્રણ મહિના પહેલા સીલ કરવામાં આવ્યા હતાં. અમે હવે શું કરવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતાં. મેં કહ્યું જોઈએ કે શું થઈ શકે છે.
લોકસભાની ચૂંટણી પછી બધું બદલાઈ ગયું છે. કેટલાક લોકોએ કહ્યું કે હવે ભય નથી લાગતો, ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડરે ફેલાવ્યો, નાના ઉદ્યોગો પર દબાણ કર્યું હતું. આ બધું સેકન્ડોમાં ગાયબ થઈ ગયું. તેને ફેલાવવામાં તેમને વર્ષાે લાગ્યા, પરંતુ એક ક્ષણમાં બધુ સમાપ્ત થઈ ગયું.
સંસદમાં હું વડાપ્રધાનને જોઉં છું અને કહી શકું છું કે મોદીની પ૬ ઈંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ હોવાનો દાવો, આ બધું હવે ઈતિહાસ બની ગયું છે. તે પછી વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ જે ઈચ્છે ચૂંટણી પંચ તે કરી રહ્યું હતું. સમગ્ર અભિયાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં તેમનું કામ કરે. જે રાજ્યોમાં તેઓ નબળા હતા, ત્યાં તેઓ મજબુત હતાં તેવા રાજ્યોથી અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતાં.
ચૂંટણી નિષ્પક્ષ ન હોતી મેં બંધારણને આગળ ધપાવવાનું શરૂ કર્યું અને મેં જે કહ્યું તે બધું જ અચાનક ફાટી ગયું... 'ગરીબ ભારત, દલિત ભારત, જેને આ સમજાયું કે જો બંધારણ નાબૂદ થઈ જશે તો આખો ખેલ ખતમ થઈ જશે.' ગરીબ લોકો ઉંડે ઉંડે સમજતા હતાં કે આ બંધારણની રક્ષા કરનારા અને તેને નષ્ટ કરનારાઓ વચ્ચે લડાઈ છે... જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ મોટો થઈ ગયો, આ વસ્તુઓ અચાનક એક સાથે આવવા લાગી.
દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે ભારતમાં રાજકારણ મૂળભૂત રીતે બદલાઈ ગયું છે. અમારા પરિપ્રેક્ષ્યમાં અમે જે જોઈએ છીએ કેટલાક લોકો સહમત થશે, અને કેટલાક અસંમત થશે. અમે મોદીના પરિપ્રેક્ષ્ય સાથે સહમત નથી. અમે તેમની સામે લડીએ છીએ. અમારા માટે અમે દેશ માટે નવા વિઝનનો મૂળ પાયો નાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીએ સમયાંતરે આવું કર્યું છે. મીડિયા અને તપાસ એજન્સીઓ ઉપર કબ્જો છે, તેમણે કહ્યું, અમે આમ કહેતા રહ્યા પણ લોકો સમજતા ન હોતા. પ્રચારના અડધા રસ્તામાં મોદીને લાગ્યું નહીં કે તેઓ ૩૦૦-૪૦૦ બેઠકોની નજીક છે... જ્યારે તેમણે કહ્યું કે હું ભગવાન સાથે સાથે સીધી વાત કરૃં છું, અમને ખબર હતી અમે જાણતાં હતાં કે અમે તેમને સંપૂર્ણ રીતે તોડી પાડયા છે... અમે તેને મનો વૈજ્ઞાનિક પતન તરીકે જોતા હતાં. નરેન્દ્ર મોદીને સત્તા પર લાવનાર જોડાણ તૂંટી ગયું છે. સરકાર અને બે-ત્રણ મોટા ઉદ્યોગો વચ્ચે એક વિશાળ સાંઠગાંઠ છે.
તેમણે કહ્યું કે ઓબીસી અને દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે. રાહુલે કહ્યું કે ગરીબ લોકો ઉંડે ઉંડે સમજે છે કે જેઓ બંધારણની રક્ષા કરી રહ્યા છે અને જેઓ તેને નષ્ટ કરવા માગે છે તેમની વચ્ચેની લડાઈ છે... જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો છે. રાહુલ ગાંધીની આ સટાસટી વિશ્વકક્ષાએ ચર્ચાનું કેન્દ્ર બની છે અને ભાજપના નેતાઓ તમતમી રહ્યા હોય તેવા નિવેદનો કરી રહ્યા હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial