Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈટી કવીઝ

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ અને શિક્ષણ વિભાગ દ્વારા

જામનગર તા. ૧૦: ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ડીઈઓ કચેરી અને ડીપીઈઓ કચેરી જામનગરના સંયુકત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાનપિપાસા વધારવાના હેતુસર નેશનલ રૂરલ આઈટી કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજેતા બાળકોની સૂચિમાં દિવ્યજયોત વિદ્યાલય કાલાવડમાંથી શિવ ચેતનભાઈ ચોવટીયા, શિવરાજસિંહ શક્તિસિંહ જાડેજા, દિશાંત ભાવેશભાઈ ચીખલિયા, ડેલ્ટા પ્રાથમિક શાળા સોયલમાંથી યશ પ્રકાશભાઈ અરાબડીયા, સ્નેહ ધમેન્દ્રભાઈ કકાણીયા, ચંદ્રસિંહજી હાઈસ્કૂલ ધ્રોલમાંથી દેવાભાઈ અમરશીભાઈ મોનેરા, મોટા વાગુદડ કુમાર શાળામાંથી અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા, જી.એમ. પટેલ સ્કૂલ ધ્રોલમાંથી ઉર્મિલા આશોકભાઈ ગાગળ,નવજીવન માધ્યમિક શાળા નીકાવામાંથી પ્રતિક્ષાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા, વિવેકપુરી ચેતનપુરી ગોસ્વામી, વિવેકાનંદ વિદ્યામંદિર પીઠડમાંથી પ્રિન્સ રમેશભાઈ ચૌહાણ, એમ.ડી. મહેતા ગર્લ્સ સ્કૂલ ધ્રોલમાંથી જીયા રાકેશભાઈ પ્રજાપતિ, કાવ્યાનીબા બ્રિજરાજસિંહ ગોહિલ, બીએમ પટેલ સ્કૂલ વાંકિયામાંથી નૈતિક જયસુખભાઈ ભીમાણીની રાજ્યકક્ષાની નેશનલ રૂરલ આઈટી ક્વિઝ માટે પસંદગી કરવામાં આવી છે.

કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ધોરણ ૮ થી ૧ર ના ગ્રામ્ય વિસ્તારના ૩૦ શાળાના ૧ર૦ જેટલા બાળકો સમિલિત બન્યા હતાં. કાર્યક્રમમાં બાળકોને ૧પ જેટલા વૈકલ્પિક પ્રશ્નો લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવેલ. આ ૧ર૦ બાળકોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧પ બાળકોની રાજ્યકક્ષાની ક્વીઝ સ્પર્ધા પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તેમાં સામેલ બનેલા તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. તેમ એમ.ડી.મહેતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના પ્રતિનિધિ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh