Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાંથી રીંઝપરના બે શખ્સ અંગ્રેજી શરાબની ચાર બોટલ સાથે ઝડપાઈ ગયા

ગોરધનપરમાંથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: લાલપુરની શાક માર્કેટ નજીક બાઈક પર જતાં રીંઝપરના એક શખ્સને પોલીસે દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો છે. બસ સ્ટેન્ડ નજીકથી બીજો શખ્સ પણ બે બોટલ સાથે મળી આવ્યો છે. ગોરધનપર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા શખ્સને પોલીસે દબોચી લીધો છે.

લાલપુરના શાક માર્કેટ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં રીંઝપર ગામના અને જીજે-૧૦-ડીક્યુ ૭૫૭૭ નંબરના બાઈક પર જતા  દિગ્વિજયસિંહ અનોપસિંહ જાડેજાને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા તેની પાસેથી વોડકા તથા વ્હીસ્કીની બોટલ મળી આવી હતી. પોલીસે બંને બોટલ તથા બાઈક કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

લાલપુરના બસ સ્ટેન્ડ પાસેથી ગઈરાત્રે રીંઝપરના અનિરૂદ્ધસિંહ નિરૂભા જાડેજા ને પોલીસે વ્હીસ્કીની બે બોટલ સાથે પકડી લીધો છે.

જામનગરના ગોરધનપર ગામની સીમમાંથી વિજય વાલજીભાઈ મકવાણા નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી સાથે ઝડપાઈ ગયો છે. સ્થળ પરથી ૬૦૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. આ શખ્સે પોતાના સાગરિત પબા આલાભાઈ સીંધીયાનું નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh