Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાન સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે
જામનગર તા. ૧૩: મુંબઈ-જામનગર-મુંબઈ વચ્ચેની ફ્લાઈટ આજે આવન-જાવન કરશે નહીં. સુરક્ષાને ધ્યાને લઈ આ હવાઈ સેવા બંધ રાખવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્તમાન યુવી પરિસ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ મુસફારોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ બન્ને દેશો વચ્ચ વાતચીત થતા સ્થિતિમાં સુધારો થયો હતો. આથી ગઈકાલથી દેશના કેટલાક બંધ એરપોર્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યા હતાં જેમાં જામનગરનો સમાવેશ થાય છે, જો કે ગઈકાલે મુંબઈથી ફ્લાઈટ જામનગર આવી ન હતી, પરંતુ મંગળવારથી ફ્લાઈટ પુનઃ શરૂ થશે તેમ જાહેર કરાયું હતું, પરંતુ ગઈકાલે ફરી વખત પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી. આથી ફરી વખત સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે.
જ્યારે આજની મુંબઈ-જામનગર-મુંબઈ ફ્લાઈટ બંધ કરવામાં આવી હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે, જો કે આવતીકાલની સ્થિતિ અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial