Advertisement
Author: નોબત સમાચાર

સીબીએસઈ બોર્ડ ધો-૧૨નું ૮૯.૩૯ ટકા પરિણામ જાહેરઃ દીકરીઓએ મારી બાજી

ગત વર્ષ કરતા ઊંચુ રિઝલ્ટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: સીબીએસઈ ધો.૧૨નું ૮૯.૩૯ ટકા પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા વધુ છે. દીકરીઓએ દીકરાઓ કરતા વધી ટકાવારી મેળવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સીબીએસઈએ સત્તાવાર વેબસાઇટ િીજેઙ્મંજ. ષ્ઠહ્વજી. હૈષ્ઠ. ૈહ પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ ૧૨નું ૮૯.૩૯ ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે સીબીએસઈ ધોરણ ૧૨નું પરિણામ ૮૭.૯ ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે.

આ વર્ષે સીબીએસઈ એ ૭,૮૪૨ પરીક્ષા કેન્દ્રો અને ૨૬ આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં ૪૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૪.૧૨ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ના અને ૧૭.૮૮ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ના હતા.

ધોરણ ૧૦ની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૫ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ ૧૨ના પેપર ૪ એપ્રિલ, ૨૦૨૫ના પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ ૧૪ ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.

ગયા વર્ષની સરખામણીમાં, પાસિંગ ટકાવારી ૦.૪૧% વધી છે. છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારૃં પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી ૯૧% થી વધુ છે, જે છોકરાઓ કરતા ૫.૯૪% વધુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh