Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓની ઉપસ્થિતિઃ
ખંભાળિયા તા. ૧૩: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ૧૪-પ-ર૦રપ ના સવારે ૧૦-૩૦ કલાકે આઈ.ટી.આઈ. ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.
આ ઔદ્યોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એસ.એસ.સી., આઈ.ટી.આઈ. તથા ડિપ્લોમા જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, હેલ્પર અને યુનિટિલિટી જેવી જગ્યાઓ પર ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન બફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઈચ્છુક ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial