Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં રાત્રિભર પોલીસ દ્વારા કરાયું સઘન ચેકીંગ

પોલીસ, જીઆરડી, એસઆરપીના જવાનો જોડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર શહેર તથા જિલ્લામાં ગ્રામ્ય ડીવાયએસપી અને હેડકવાર્ટર ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ ગઈરાત્રીથી આજ સવાર સુધી પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાયું હતું.

જામનગર શહેર તથા જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ચેકીંગ સહિતની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગઈરાત્રે ગ્રામ્ય વિભાગ ડીવાયએસપી આર.બી. દેવધાની સૂચનાથી સિટી સી ડિવિઝન, બી ડિવિઝન તેમજ પંચકોશી એ અને બી ડિવિઝન, બેડી મરીન પોલીસ સ્ટેશન અને ધ્રોલ પંથકમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત હેડકવાર્ટર ડીવાયએસપી વી.કે. પંડયાની સૂચનાથી પણ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકીંગ કરાયું હતું. ચેકીંગ ટૂકડીઓએ એક પીઆઈ, સાત પીએસઆઈ, છત્રીસ પોલીસ જમાદાર, હોમગાર્ડઝ તથા જીઆરડીના જવાનો અને બત્રીસ એસઆરપી મેનને સાથે રાખી ચેકીંગ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh