Advertisement
Author: નોબત સમાચાર

ડો. છાયાની ઈએનટી હોસ્પિટલમાં રાહત દરે સારવાર-નિદાન કરાશે

આગામી એક વર્ષ સુધી જામનગરની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના જાણીતા ઈએનટી સર્જન ડો. વિરલ છાયાની હોસ્પિટલમાં આગામી એક વર્ષ સુધી દર બુધવારે અને દર શનિવારે માત્ર ૧૦૦ રૂપિયાના ચાર્જ સાથે રાહત દરે કાન-નાક-ગળાની પ્રાથમિક સારવાર અને નિદાન કરી આપવામાં આવશે.

ઓપરેશન સિંદૂરની સફળતાના ઉપલક્ષ્યમાં દેશની સેનાના જવાનો, પોલીસ, હોમગાર્ડઝ, ફાયર વિભાગ પ્રત્યે આભાર માનવા આ રાહત ભાવની સેવાની જાહેરાત કરવામાં આવી છે, જો કે આ સેવાનો લાભ ઉપરોક્ત વિભાગોના પરિવાર (પત્ની-બાળકો) ને મળી શકશે. તે માટે આઈ-કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત એક્સ-રે, લેબ તપાસ, ઈન્જેક્શન, દવાનો ચાર્જ આ સેવામાં સામેલ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh