Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પાસે ખંભાળિયાના બે યુવાનને નડ્યો અકસ્માતઃ જામનગર ખસેડાયા

સ્કૂટર પર દ્વારકા તરફ જતા હતાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા શહેરમાં રહેતા બે યુવાન ગઈકાલે સ્કૂટર પર દ્વારકા તરફ જતા હતા ત્યારે માર્ગમાં દ્વારકા નજીક અકસ્માતનો ભોગ બન્યા છે. ગંભીર ઈજા પામેલા બંનેને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ ૫ર ગઈ કાલે ખંભાળિયામાં રહેતા બે યુવાનને દ્વારકા નજીક અકસ્માત નડ્યો છે. જેમાં બંને યુવાન ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.

ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા બે મિત્રો કાલે સ્કૂટર પર દ્વારકા તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં દ્વારકા નજીક તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં બંને ઈજાગ્રસ્ત ને દવાખાને ખસેડવાની તજવીજ કરાઈ હતી.

ઈજાગ્રસ્તમાંથી એક યુવાનના આંતરડા બહાર આવી ગયા હોવાનું બિન આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. બંને યુવાનને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગત મેળવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh