Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે
જામનગર તા.૧૩ : રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર ૨૦૨૫માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુલાબનગરમાં ધો.૧૦ પાસ માટે ફીટર, કોપા, મિકેનિક ડીઝલ તથા ધો.૮ પાસ માટે વાયરમેન ટ્રેડની બેઠકો પર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોડિયામાં ધો.૧૦ પાસ માટે ઈલેકટ્રીશીયન, ફીટર, કોપા, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) તથા ધો.૮ પાસ માટે વાયરમેન ટ્રેડની બેઠકો પર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખારવા રોડ ધ્રોલમાં ધો.૧૦ પાસ માટે ઈલેકટ્રીશયન, ફીટર, કોપા, બ્યુટી પાર્લર, મેકેનિક મોટર વ્હીકલ અને મેકેનિક ડીઝલ, ધો.૮ પાસ માટે વાયરમેન, સિવણ અને વેલ્ડર ટ્રેડની બેઠકો પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ૈંૈટ્ઠઙ્ઘદ્બૈજર્જૈહ.ઇેઙ્મટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ ૫ર ભરવાનું શરૂ થઈ ગયું છે. જે તા.૩૦-૬ સુધી ભરી શકાશે. રૂ.૫૦ રજી. ફી (નોન રીફંડેબલ) ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે. ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીના તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી ચોઈસ ફીલીંગ કરી શકાશે.
એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલી વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ તા.૩૦-૬-રપ સુધીમાં સુધારો કરાવી શકાશે. ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં પ્રવેશ ફોર્મ ભરવા સંબંધની માર્ગદર્શક સૂચનાઓ આ ખાતાની વેબસાઈટ ૈંૈટ્ઠઙ્ઘદ્બૈજર્જૈહ. ઇેઙ્મટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પરથી અભ્યાસ કરી જરૂર જણાયે નજીકની આઈટીઆઈનો સંપર્ક કરી ફોર્મ ભરવાનું રહેશે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશા નિયમો, મેરીટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઈપેન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરીટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઈપેન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યૂશન ફી, કોશનમની ડિપોઝિટ વગેરે તમામ વિગત માહિતી પુસ્તિકામાં દર્શાવેલ છે. જે ઉપરોક્ત વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ડાઉન લોડ કરી ફોર્મ ભરતા પહેલાં વેબસાઈટ પર મૂકેલી તમામ માહિતી, સૂચનાઓ વાંચી લેવાની રહેશે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઈટમાં મૂકવામાં આવશે.
રાજ્યની તમામ સરકારી સંસ્થાઓમાં પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે નજીકના હેલ્પ સેન્ટર ઉપરોક્ત તારીખો દરમિયાન સવારે ૧૧ કલાકથી સાંજના ૫ કલાક કાર્યરત રહેશે તેમ જામનગર, ધ્રોલ અને જોડિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યાેની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial