Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ હુમલા પછી વૈશ્વિક આતંકવાદ સામે લડવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે
નવી દિલ્હી તા. ૧૩: પહલગામ હુમલા પછી વૈશ્વિક આતંકવાદ સામે લડવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે બુર્કિના ફાસોમાં આતંકી હુમલો થતા ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે. લશ્કરી કેમ્પ અને આતંકવાદ વિરોધી એકમના કેમ્પ પર હુમલો કરાયો હતો, જેમાં મૃતકોના મોટાભાગના સૈનિકો છે.
ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હાલમાં જ થયેલા આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વમાં આતંકવાદને નાબૂદ કરવાનો સૂર ઊઠી રહ્યો છે તેવા સમયે પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે જેમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાની શક્યતા છે.
મળતી માહિતી અનુસાર માર્યા ગયેલા મોટાભાગના સૈનિકો હતાં. આ હુમલો રવિવારે સવારે થયો હતો. આતંકી જુથે અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતાં, જેમાં એક લશ્કરી કેમ્પ અને જીબો શહેરનો સમાવેશ થાય છે. બુર્કિનાના ફાસોના ઉત્તરી ભાગમાં થયેલો આતંકવાદી હુમલો અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી જુથ જમાત નસર અલ-ઈસ્ વાલ-મુસ્લિમીન અથવા જેએનઆઈએમ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સંગઠને આ આતંકવાદી હુમલાની જવાબદારી પણ લીધી છે. આ આતંકવાદી સંગઠન આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સક્રિય માનવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, બુર્કિના ફાસો હિંસક ઉગ્રવાદ માટે હંમેશાં ચર્ચામાં રહ્યું છે. બુર્કિના ફાસોની વસતિ લગભગ ર૩ મિલિયન છે. આ દેશ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સ્થિત છે. જે હાલમાં સુરક્ષા સંકટથી ખરાબ રીતે પ્રભાવિત છે. રવિવારે આતંકવાદીઓએ સવારે ૬ વાગ્યે અલગ અલગ સ્થળોએ એકસાથે આતંકવાદી હુમલાઓ શરૂ કર્યા હતાં.
બુર્કિના ફાસોની વાયુસેનાને નુક્સાન પહોંચાડવા આતંકવાદીઓએ એકસાથે આઠ વિસ્તારોમાં હુમલો કર્યો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર આતંકવાદીઓએ જીબો શહેરમાં મુખ્ય હુમલો કર્યો હતો. આતંકીઓએ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ કબજામાં લીધા છે. તેની પછી લશ્કરી કેમ્પ અને આતંકવાદ વિરોધી એકમના કેમ્પ પર હુમલો કર્યો.
આ પહેલા પણ જીબો શહેર પર હુમલો થયો હતો, પરંતુ તે પછી સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓને સફળતાપૂર્વક ભગાડી દીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial