Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટા ઉપાડે જાહેરાત કરી હતી પણ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા પાલિકાનું ટેક્સ સલેક્શન માટેની ઈ નગર એપ તા. ૩૧/૩ થી બંધ થતા દોઢ માસથી ઝીરો થઈ ગયું છે. આ અંગે ઉચકક્ષાએ રજૂઆત થઈ છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓન લાઈન એપ ઈ-નગર ચાલુ થઈ હોય, આ એપ જે કંપની પાસે હતી તેના બદલે બીજી કંપનીને અપાતા ડેટા રીકવર કરવા તથા અગાઉની જેમ પૂર્વવત થવામાં લાંબો સમય થઈ જતા રાજ્યની નગરપાલિકાઓમાં લાંબા સમયથી કર લઈ શકાય નહીં તેવી સ્થિતિ થઈ હતી.
દ્વારકા જિલ્લાની એ ગ્રેડની અને જિલ્લાના વડા મથક ખંભાળિયા નગરપાલિકાની સ્થિતિ જોઈએ તો અહીં તા. ૩૧-૩-ર૦રપ પછી ટેક્સ લઈ શકાયો જ નથી. દોઢેક માસથી રોજ કરવેરો ભરવા આવતા નાગરિકોને ધરમધક્કો થાય છે અને કર્મચારીઓ બેઠા રહે છે. કેમ કે ઈ નગરએ૫ ખુલતું નથી, કામ થતું નથી, દોઢ માસથી આવક ટેક્સની ઝીરો છે. આ બાબતે પાલિકા હોદ્દેદારો તથા ચીફ ઓફિસર દ્વારા પણ વ્યાપક રજૂઆતો થઈ હતી.
ખંભાળિયા પાલિકામાં દોઢેક માસથી ઈ નગર એપ બંધ હોવાનું જાણ થતા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા આ બાબતે પ્રાદેશિક પાલિકા નિયામક મહેશ જાની તથા રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગ ગુજરાતના વડા અધિકારીને રજૂઆત કરતા તેમણે તાકીદે ખંભાળિયાની ઈ નગર એપ ચાલુ કરવા આદેશ કર્યો છે. આ એપમાં અગાઉની બાકી તથા વ્યાજની રકમ ઉમેરવાનું ઓનલાઈન ગાંધીનગર પેન્ડીંગ હોય, તાકીદે જાણકાર કર્મચારી નિયુક્ત કરીને તુરંત આ એપ ચાલુ કરવા આદેશ કર્યો છે જેથી થોડા જ સમયમાં કાર્યરત થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial