Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી દારૂ વેંચનારા પ્રભજીતસિંહ સહિત પાંચની ધરપકડઃ નેટવર્કની તપાસ શરૂ
ચંદીગઢ તા. ૧૩: પંજાબમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે, અને ઝેરી દારૂના કારણે ૧૪ ના મૃત્યુ થયા છે, તથા પાંચની હાલત ગંમીર જણાવાઈ રહી છે.
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (૧ર મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે પાંચની ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે.
મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી ૧૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.'
અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે, જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે.'
તેમની સામે એક્સાઈઝ એક્ટની કલમ ૧૦પ બીએનએસ અને ૬આઈએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજીતના ભાઈ કુલબીર સિંહે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની ધરપકડ કરવામાં આવી છે.
ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ નોંધાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial