Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી
નવી દિલ્હી તા. ૧૩: મ્યાનમારમાં સેનાએ શાળા ઉપર એરસ્ટ્રાઈક કરતા ર૦ વિદ્યાર્થી સહિત રર ના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં ર૦ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો, જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતાં. હુમલામાં પ૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧પ કિ.મી. દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. એપીના અહેવાલ અનુસાર સ્થાનિકોનો દાવો છે કે ફાઈટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઈ હતી. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુક્સાન થયું.
નેશનલ યુનિટી ગવર્મેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે જણાવ્યું છે કે સેના જાણીજોઈને શાળા, હોસ્પિટલ અને મઠ જેવી જગ્યાઓ પર હુમલા કરે છે. સેના દ્વારા ખોટા દાવા કરવામાં આવે છે કે અહીં બળવાખોરો છૂપાયેલા છે, પરંતુ તેમનો ધ્યેય લોકોને ડરાવીને રાખવાનો છે.
નોંધનિય છે કે મ્યાનમારની સેના પર ઘણીવાર પોતાના જ દેશના નાગરિકો પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ અગાઉ પણ લાગી ચૂક્યો છે. સપ્ટેમ્બર ર૦રર માં પણ આ જ વિસ્તારમાં એક શાળામાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતાં. ર૦ર૩ માં એક સમારોહમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૦ લોકોના મોત થયા હતાં.
વર્ષ ર૦ર૧ માં ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારમાં સેનાએ આંગ સાન સૂની સરકારને ઉથલાવીને સત્તા છીનવી લીધી હતી. તે પછીથી જ સેના સત્તા ટકાવી રાખવા માટે બળવાખોરો વિરૂદ્ધ સતત કાર્યવાહી કરે છે.
જો કે, પોતાના જ દેશના નાગરિકો પર હુમલા કરવાનો ઈતિહાસ ઘણો જુનો છે, અને અંગ્રેજ શાસકોએ અપનાવેલી કેટલીક રણનીતિઓ ઉપરાંત ભૂતકાળમાં પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગલાદેશ) ના પોતાના જ નાગરિકોની પાકિસ્તાને કત્લેઆમ બોલાવી હતી, તે ઉપરાંત અત્યારે પણ બલુચિસ્તાનમાં પાક.ની સેના પોતાના જ દેશના નાગરિકોની કત્લેઆમ કરી રહી છે. થોડા દાયકાઓ પહેલા શ્રીલંકા પણ તમિલો પર ત્યાંની સેના તૂટી પડતી હતી. તેવી જ રીતે વિશ્વના ઘણાં દેશો પોતાના જ નાગરિકોની કત્લેઆમ કરતા હોય છે, પરંતુ સ્કૂલ, હોસ્પિટલ કે પવિત્ર સ્થળો જેવા વિસ્તારો પર સ્ટ્રાઈક કરવી એ નિંદનિય હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial