Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૩૩૭૩ બાળકોનું રિયલ ટાઈમ મોનિટરીંગઃ ૭૮૧૬ લાભાર્થીઓની હોમવિઝીટઃ
જામનગર તા. ૧૩: રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એપ્રિલ-૨૦૨૫ના તા.૮ થી ૨૨ દરમિયાન ઉજવાયેલ 'પોષણ પખવાડિયું - ૨૦૨૫' જામનગર જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયું. રાજ્ય અને દેશને પોષણયુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવેલા આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં માતા અને બાળક, સગર્ભાઓ, ધાત્રીઓ અને કિશોરીઓના પોષણ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮માં શરૂ કરાયેલ પોષણ અભિયાનનો મુખ્ય ધ્યેય ૦-૬ વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. આ મિશન અંતર્ગત બાળકમાં કુપોષણ ઘટાડવા, કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા અને ઓછા વજનવાળા બાળકોના જન્મદરમાં ઘટાડો કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયા દરમિયાન વિવિધ આયોજનો કરવામાં આવ્યા, જેમાં નીચે મુજબની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ.
જેમાં જિલ્લાની અંદાજે ૧૪,૧૨૨ કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.૬ માસથી ૩ વર્ષના આશરે ૧૯,૩૯૯ બાળકોને બાલશક્તિ અને ૩,૪૫૫ સગર્ભા તથા ૨,૬૧૫ ધાત્રીઓને માતૃશક્તિના પેકેટ્સનું વિતરણ કરાયું. આ સાથે લાભાર્થીઓને તેના ઉપયોગ અંગે માહિતી પણ આપવામાં આવી.૦-૬ વર્ષના બાળકો, ધાત્રીઓ અને કિશોરીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી અને તેમને પૂરક આહારનું વિતરણ કરાયું.જિલ્લાના ૦ થી ૬ વર્ષના અંદાજે ૪૩,૩૭૩ બાળકોના વજન અને ઊંચાઈનું રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવ્યું. તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) અને હિમોગ્લોબીન (એચબી) ટેસ્ટ સહિત આરોગ્ય તપાસણી કરવામાં આવી. સાથે પોષણ પખવાડિયા અંતર્ગત ૭,૮૧૬ લાભાર્થીઓના ઘરે મુલાકાત લેવામાં આવી અને તેમને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉપરાંત, જામનગર જિલ્લામાં દર મહિને આંગણવાડી કેન્દ્રો પર મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. દર બીજા મંગળવારે ૦ થી ૬ વર્ષના બાળકોના વજન અને ઊંચાઈનું મોનિટરિંગ થાય છે, જ્યારે છ માસ પૂર્ણ કરનાર બાળકોને બાલશક્તિ રાબ દ્વારા પૂરક પોષણની શરૂઆત કરવામાં આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ૬,૦૭૦ લાભાર્થીઓને દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર તેલનો લાભ મળી રહૃાો છે. પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને મહિનામાં ૪ પૂર્ણા શક્તિના પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.
આમ, જામનગર જિલ્લામાં આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી પોષણ અભિયાનને એક જન આંદોલન બનાવવામાં આવી રહૃાું છે. તેમજ સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતાના સૂત્રને સાકાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial