Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આકાશમાં ગઈ રાત્રે કાંઈક અજુગતી હીલચાલ જોવા મળતા ચિંતા જાગી હતી, જો કે સરકારી તંત્રના જવાનોએ ત્યાં પહોંચી તપાસ કરતા તે વસ્તુ અદૃશ્ય થઈ હતી, જો કે ચિંતાની કોઈ જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.
હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના કેટલાક ભાગમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળી રહ્યા છે. જેની સામે દેશના જવાનો સક્રિય કામગીરી કરી રહ્યા છે.
આ દરમિયાન ગઈ રાત્રે નાઘેડી ગામના આકાશમાં ગઈકાલે કશુંક હિલચાલ જોવા મળતા કોઈ મહિલાએ ગામના સરપંચ સુરેશભાઈ બાંભવાને જાણ કરી હતી. આથી સરપંચ પણ ગામમાં પહોંચ્યા હતાં. આ પછી તંત્ર વાહકોને જાણ કરતા અધિકારીઓ-જવાનો તપાસ માટે દોડી આવ્યા હતાં, પરંતુ એ પહેલા આકાશમાં જોવા મળેલ વસ્તુ અદૃશ્ય થઈ ગઈ હતી. આ અંગે ગભરાવવાની જરૂર કે ચિંતા કરવાની જરૂર નથી તેમ સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું, જો કે કોઈ વસ્તુ આકાશમાં જોવા મળે તો તંત્રનું ધ્યાન દોરવા જણાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial