Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ-ખારવા રોડ પર અકસ્માતમાં પાંચને ઈજાઃ
જામનગર તા. ૧૩: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે ગઈ કાલે સવારે એક્ટિવા આડે કુતરૂ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં નગરના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. બીજાને ઈજા થઈ છે. ચારેક દિવસ પહેલાં ધ્રોલ-ખારવા રોડ પર રિક્ષા પાછળ મોટર ટકરાતા પાંચ વ્યક્તિ ઘવાયા છે.
જામનગરના હાપા નજીક આવેલા જવાહરનગર-૧માં રહેતા મનસુખ નારણભાઈ સીતાપરા (ઉ.વ.૧૯) તથા સરૂ સેકશન રોડ પર માસ્તર સોસાયટીમાં રહેતા કિશન સંજયભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) નામના યુવાન ગઈકાલે સવારે આઠેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામથી સોયલ ટોલ નાકા વચ્ચેના રોડ પરથી જીજે-૧૦-ડીક્યુ ૮૨૧૬ નંબરના એક્ટિવામાં પસાર થતા હતા.
આ બંને યુવાન રાજકોટ નજીક નયારા ગામમાં યોજાયેલા ધાર્મિક પ્રસંગમાંથી પરત આવતા હતા ત્યારે માર્ગ માં અચાનક એક કૂતરૂ આડું ઉતરતા તેને બચાવવાના પ્રયાસમાં એક્ટિવા સ્લીપ થયું હતું અને એક પીલોર સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં કિશન રાઠોડને માથામાં ગંભીર ઈજા થઈ હતી. દોડી આવેલી ૧૦૮માં બંને ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે કિશન રાઠોડને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે મનસુખ સીતાપરાનું નિવેદન નોંધ્યંંુ છે.
ધ્રોલ તાલુકાના ખારવા ગામના રિક્ષા ડ્રાઈવર જીજ્ઞેશ મેઘજીભાઈ પરમાર ગયા ગુરૂવારે બપોરે જીજે-૧૦-ટીઝેડ ૯૫૧ નંબરની રિક્ષામાં ધ્રોલથી મુસાફર બેસાડી ખારવા તરફ જતા હતા ત્યારે હેલીપેડ નજીક પુલ પર જીજે-૩-એનકે ૮૪૩૫ નંબરની મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે પાછળથી ઠોકર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી અને તેમાં બેસેલા ધનજીભાઈ, ચીમનભાઈ, જીજ્ઞેશભાઈ, કસ્તુરબેનને ઈજા થઈ હતી. જ્યારે મેઘજીભાઈને ફ્રેક્ચર થઈ ગયું હતું. મોટરચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial