Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીઆઈડીસીના વેરાઓની વસૂલાત મુદ્દે વિવાદના કેસમાં
જામનગર તા. ૧૩: જામનગરમાં જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વેરા વસૂલાત સંબંધે એમ.ઓ.યુ થયા પછી પણ ૪૦૦ કારખાનેદારોએ કોર્ટમાં દાદ માંગી હતી, જેમાં પણ ચૂકાદો મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો છે.
જી.આઈ.ડી.સી. ફેસ-ર અને ૩ (દરેડ) વિસ્તારમાં મિલકત વેરો વસૂલવા મહાનગરપાલિકા દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવાદ થતા મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. જે કેસ પેન્ડીંગ છે. આથી વર્ષ ર૦૧૩ થી ર૦૧૮ સુધીનો વેરા વસૂલાતની કામગીરી હાલ સુપ્રિમના ચૂકાદા સુધી સ્થગિત છે.
બીજી તરફ વર્ષ ર૦૧૮ પછી મહાનગરપાલિકાએ વેરો વસૂલવાનું શરૂ કર્યું છે, અને અનેક કારખાનેદારો અને પ્લોટ હોલ્ડરોએ વેરો ભરપાઈ પણ કર્યો છે. આ વિસ્તારમાં ૩ર૧પ ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ પ્લોટ છે, જ્યાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે.
જ્યારે ૧ર૦૦ જેટલા અન્ય જેવા કે રેસીડેન્ટ વગેરે પ્લોટ આવેલ છે. જેનો વેરો વસૂલવાનો થાય છે. આ માટે એમ.ઓ.યુ. પણ થયા હતા, પરંતુ તે પૈકીના ૪૦૦ કારખાનેદારોએ ફરી વખત હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં. જેનો ચૂકાદો આવ્યો છે અને ચૂકાદો જામનગર મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો છે. એટલે કે કારખાનેદારોનો પરાજય થયો છે.
આમ હવે જામનગર મહાનગરપાલિકાને જેમની વેરા રકમ બાકી છે તેમની પાસેથી તા. ૧-૪-ર૦૧૮ થી વેરાની વસૂલાત થશે જેની રકમ આશરે ૧ર કરોડ થવા જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial