Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને દેશોના ડીજીએમઓની હોટલાઈન પર વાટાઘાટો
નવી દિલ્હી તા. ૧૩: ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોટલાઈન પર વાટાઘાટો પછી કેટલાક મુદ્દે સહમતિ સધાઈ હતી.
ગઈકાલે સાંજે ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં હોટલાઈન પર એકબીજા સામે આક્રમક અને શત્રુતાપૂર્ણ કાર્યવાહી ન કરવા પણ સંમતિ સધાઈ હતી.
ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સોમવારે પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ.
પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહૃાું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે સોમવારે બંને પક્ષો વચ્ચે ૧૦ મેના રોજ લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવા માટે થયેલી સમજૂતીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બંને દેશોના ડીજીએમઓ વચ્ચે એક કરાર થયો છે કે ભારત અને પાકિસ્તાન એકબીજા પર ગોળીબાર નહીં કરે. હોટલાઇન પર આ વાતચીત પહેલા બપોરે ૧૨ વાગ્યે થવાની હતી.
જો કે, આ વાતચીત સાંજે ૫ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. ઈસ્ટર્ન કમાન્ડના સીપીઆરઓએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએઓ વચ્ચે સાંજે ૫ વાગ્યે એક બેઠક યોજાઈ હતી. તેમણે કહૃાું કે બંને પક્ષો દ્વારા એકબીજા પર ગોળીબાર ન કરવાની અથવા એકબીજા સામે કોઈપણ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવાની પ્રતિબદ્ધતાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પાકિસ્તાન સાથેની આ લશ્કરી સ્તરની વાટાઘાટોમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ તેના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ કર્યું હતું.
ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત પછી બંને દેશોના ડીજીએમઓએ સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી.
સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી.
આ વાતચીતમાં પાકિસ્તાને કહૃાું છે કે હવે તે આ સંઘર્ષને આગળ નહીં લઈ જાય. પાકિસ્તાને એમ પણ કહૃાું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ૨૦૨૧ માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial