Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલમાં આયોજનઃ
દ્વારકા તા. ૧૩: શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પ્રેરણાથી તેમજ જી. જી. હોસ્પિટલ જામનગરના સહયોગનાં સહયોગથી તાજેતરમાં વરવાળામાં યોજાયેલ વિનામૂલ્યે નેત્રદાન-સારવાર કેમ્પ તથા ચશ્મા વિતરણ કેમ્પનું ઉદ્ઘાટન દ્વારકાનાં શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજે દિપ પ્રગટાવીને કર્યું હતું.
જેમાં ઓખામંડળ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો નાં કુલ ૧૯૧ જરૂરતમંદ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરના આંખના વિભાગના ડોકટરોએ માનદસેવા આપી હતી. જુદા-જુદા આંખના રોગોનું નિદાન કરીને જી. જી. હોસ્પિટલ જામનગર તરફથી ફ્રી દવાનું વિતરણ થયું હતું. આ કેમ્પમાં બેતાલા (નજીકના વાંચવા માટે) ના નંબરની તપાસ કરીને ફ્રી ચશ્મા જરૂરતમંદોને આપવામાં આવ્યા હતા.
વરવાળા ટી.બી. અને સેનેટોરીયમ બિલ્ડીંગમાં કાર્યરત આયુર્વેદ સારવાર વિભાગ-હોસ્પિટલમાં આ કેમ્પ માટે શારદાપીઠના મંત્રીશ્રી નારાયણા નંદજીના માર્ગદર્શન હેઠળ વેદ્ય ડી. પી. મહેતા, વિજયભાઈ ભાયાણી, અશ્વિનભાઈ મનાણી, મોહનભાઈ નકુમ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ વરવાળા આયુર્વેદ હોસ્પિટલના વેદ્ય ડી. પી. મહેતા એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial