Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા ડીવાયએસપી કચેરીનો સ્ટાફ ત્રાટક્યોઃ
ઓખા તા. ૧૩: દ્વારકા પાસે વસઈની સીમમાં એક ખેતરમાં કાલે ડીવાયએસપી કચેરીના સ્ટાફે દરોડો પાડી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પકડી પાડી છે. સ્થળ પરથી ૨૭૬૦ લીટર આથો, ૪૦૦ લીટર તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. બે શખ્સના નામ ખૂલ્યા છે.
દ્વારકા નજીક આવેલા વસઈ ગામના સીમ વિસ્તારમાં એક ખેતરમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી ગઈકાલે દ્વારકા ડીવાયએસપી કચેરીના સ્ટાફે કુંભાભા વાઘેર નામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી ર૭૬૦ લીટર આથો, ૪૦૦ લીટર તૈયાર દેશી દારૂ, ૧૦૦ લીટર ભળેલો આથો, અખાદ્ય ગોળના ૧૦ ડબ્બા, ચૂલો, નળી મળી કુલ રૂ.૧ લાખ ૭૨૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા પહેલાં ભઠ્ઠી સંચાલક કંુભાભા તથા લખમણભા નથુભા માણેક નાસી ગયા છે.
આ ભઠ્ઠીમાંથી ઓખા તથા મીઠાપુરમાં દેશીની ડિલિવરી થતી હોવાનું બહાર આવ્યું છે. દારૂની સપ્લાય અંગે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ઓખા તથા મીઠાપુર ના બુટલેગરોના નામ ખૂલે તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial