Advertisement
Author: નોબત સમાચાર

ઝાંખર રેકલેમેશન સ્કીમના રીનોવેશનનું ખાતમુહૂર્તઃ રૂપિયા ૭.૪૧ કરોડ ખર્ચાશે

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ. ૭ કરોડ ૪૧ લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારૃં પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.

મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે.  સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હાલ કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદૃઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે. વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી વિવિધ વિભાગો દ્વારા જળ સંચય, જળ સંગ્રહ માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા પંચાયતના સદસ્યો કે.બી.ગાગિયા, શ્રી વિઠ્ઠલભાઈ કણજારીયા, એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ ભુપેન્દ્રસિંહ, વિનુભાઈ વારોતરીયા, ભરતભાઈ ચાવડા, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh