Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મફત, ઉચ્ચ શિક્ષણ આપતી સરકારી શાળા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની સરકારી અને નિઃશુલ્ક ધોરણે અભ્યાસ કરાવતી માં શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.

શિક્ષણ બોર્ડમાં ઉચ્ચ પરિણામ મેળવતી જામનગરની માં શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં કોઈપણ ફી વગર ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. ધો. ૯-૧૦ અને ધો. ૧૧-૧૨ (સાયન્સ, કોમર્સ, આર્ટસ)માં પ્રવેશ મેળવવા ઈચ્છતી વિદ્યાર્થિનીઓએ જરૂરી આધાર-દસ્તાવેજો સાથે સવારે ૯ થી ૧૨ સુધી શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

આ માટેના ફોર્મ પણ મફત આપવામાં આવે છે. અભ્યાસ માટે કોઈ ફી વસુલવામાં આવતી નથી. ઉપરાંત સ્કોલરશીપનો પણ લાભ મળે છે. સાયકલ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને યુનિફોર્મ અપાય છે. વધુ વિગતો માટે શાળાનો સંપર્ક કરવા શાળાના આચાર્ય બિનાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh