Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુએસએ દ્વારા વસુલાતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫% ટેરિફ સામે
નવી દિલ્હી તા. ૧૩: ભારતે આજે અમેરિકા દ્વારા એલ્યુમિનિયમ સ્ટીલ પર ૨૫ ટકા ટેરિફના જવાબમાં વળતો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ભારતની આ મુદ્દે અપીલ પછી યુએસએ દ્વારા વાતચીતનો ઈન્કાર થતા ભારતે આ જાહેરાત કરી છે.
ભારતે આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા દ્વારા વસૂલવામાં આવતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફના જવાબમાં રિટેલિયેટરી ડ્યુટી (જવાબી ડ્યુટી) લાગુ કરવાની જાહેરાત કરી છે. ડબલ્યુટીઓ અનુસાર, અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફના કારણે ભારતથી આયાત થતાં ૭.૬ અબજ ડોલરના ગુડ્સ પર ૧.૯૧ અબજ ડોલરનો ટેરિફ બોજો પડી રહૃાો છે. જેના જવાબમાં ભારતે અમેરિકામાંથી આવતી પ્રોડક્ટ્સ પર તેટલો જ ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ વર્ષે એપ્રિલમાં ભારતે ડબલ્યુટીઓના નિયમો હેઠળ અમેરિકા સાથે આ મુદ્દે વાતચીત કરવાની માગ કરી હતી. જો કે, અમેરિકાએ વાતચીત કરવાનો ઇન્કાર કરતાં કહૃાું હતું કે, આ ટેરિફ અમારી સુરક્ષા માટે છે, અને તેને સેફગાર્ડ ઉકેલોના સંદર્ભમાં લઈ શકાય નહીં.
વર્ષ ૨૦૧૮માં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદવાની શરુઆત કરી હતી. જેમાં સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટેરિફ લાદ્યો હતો. ૨૦૨૦માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બંને પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી ૨૫ ટકા કર્યો હતો. જેથી ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસકારો પર બોજો વધ્યો છે.
ભારતે ડબલ્યુટીઓમાં અપીલ કરી હતી કે, અમેરિકા દ્વારા લાગુ સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફનો જવાબ વેપાર લાભો અને જવાબદારીઓ પર કાપ મૂકે છે. અમેરિકાનું આ પગલું ડબલ્યુટીઓના વેપાર નિયમો અને સેફગાર્ડ ડીલની વિરુદ્ધ છે. અમેરિકા આ મુદ્દે વાતચીત કરવા પણ માગતું નથી. આથી અમે અમારા વેપારમાં થઈ રહેલા નુકસાનના જવાબમાં ટેરિફ લગાવી શકીએ છીએ. તેના માટે ભારત અમેરિકાની અમુક પ્રોડ્કટ્સ પર ટેરિફ વધારશે.
અમેરિકાએ જ્યારે ૨૦૧૮માં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યો હતો. ત્યારે જૂન, ૨૦૧૯માં ભારતે પણ રિટેલિયેટરી ડ્યુટી લાગુ કરતાં બદામ, અખરોટ સહિત ૨૮ અમેરિકન પ્રોડક્ટ્સ પર ૨૮ ટકા ટેરિફ લાદ્યો હતો અને ડબલ્યુટીઓમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતે હાલમાં ફરિયાદ કરતાં કહૃાું કે, ૩૦ દિવસ બાદ ટેરિફ લાગુ કરવા અને ફેરફાર કરવા માટેનો અધિકાર છે. ભારત ભવિષ્યમાં આ પ્રસ્તાવમાં ફેરફાર અથવા નવો પ્રસ્તાવ લાવી શકે છે.
ભારતનું આ પગલું અત્યંત મહત્ત્વનું છે. કારણકે, તે અમેરિકા સાથે ટેરિફ મુદ્દે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા ચર્ચાઓ કરી રહૃાું છે. આ સપ્તાહે ભારતની એક ટીમ આ ચર્ચાઓમાં ભાગ લેવા અમેરિકા રવાના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial