Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત ઠુંગા પરિવાર દ્વારા
જામનગર તા. ૧૩: સમસ્ત ઠુંગા પરિવાર દ્વારા દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરે તા. ૧પ/પ ના ધ્વજારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૪/પ ને બુધવારે સાંજે ૭ વાગ્યે ધ્વજા પૂજન, સંતો-મહંતોના સામૈયા, તા. ૧પ/પ ને ગુરૂવારે સવારે ૭-૩૦ વાગ્યે સંઘ વાજતે-ગાજતે મંદિર તરફ પ્રસ્થાન કરશે. સવારે ૯-૩૦ વાગ્યે ધ્વજા ચડાવવામાં આવશે. દ્વારકામાં આવેલ કાનદાસ બાપુની જગ્યામાં તા. ૧૪ અને તા. ૧પ ના બપોરે ૧૧-૩૦ વાગ્યે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે.
ધ્વજારોહણના આ પાવન પ્રસંગે તા. ૧૪ ને બુધવારે રાત્રે ૮ વાગ્યે અખીલ ભારતીય આહિર સમાજ વાડી, દ્વારકામાં ભવ્ય લોકડાયરો રાખવામાં આવ્યો છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી, રામદાસ ગોંડલિયા, વાલાભા ગઢવી, સેજલબેન ઠુંગા અને પાયલબેન ઠુંગા દૂહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે.
આ પાવન પ્રસંગે પ.પૂ. શ્રી શ્રી ર૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરીબાપુ, ગુરુશ્રી શિવપુરી બાપુ-થરા, પ.પૂ. સંત રામધણવાળા બાપુ (રાજકોટ), પ.પૂ. સંત મુન્નાબાપુ (દ્વારકા), પ.પૂ. સંત ધર્મભુષણ રાજેન્દ્રદાસ બાપુ (નકળંગધામ-તોરણિયા), પ.પૂ. ભગત બાલારામ બાપુ (દ્વારકા), પ.પૂ. મહંત ધારૂભગત સુરાભગત (મલકીયા), પ.પૂ. ગાંડુભગત (મોરબી), પ.પૂ. રવિનાથ બાપુ (ભાટિયા), પ.પૂ. રામદાસબાપુ (ધુતારપુર), પ.પૂ. સુખાભગત (કાલાવડ) અને પ.પૂ. કાનાભગત (બાલંભડી) વિગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ઠુંગા પરિવારના સામતભાઈ ઠુંગા, વિજયભાઈ ધનજીભાઈ ઠુંગા, મચ્છાભાઈ રાઘવભાઈ ઠુંગા, રાજુભાઈ ભીમાભાઈ ઠુંગા, ભુરાભાઈ ઠુંગા, રાયમલભાઈ ઠુંગા, બાબુભાઈ કરણાભાઈ ઠુંગા જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial