Advertisement
Author: નોબત સમાચાર

ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટેની નવી સીરીઝના રી ઓકશન

જામનગર આર.ટી.ઓ. માં બીજી ઓકટોબરથી પ્રક્રિયા શરૂ થશે

જામનગર તા. ૧: જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઈકલ માટેની જીજે-૧૦ ઈડી નવી સીરીઝનું તમામ નંબર માટે તથા ફોર વ્હીલર માટેની સીરીઝ જીજે-૧૦ ઈડીના તમામ નંબર માટેના રી ઓકશનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.ર-૧૦-ર૪ થી તા. ૬-૧૦-ર૪ ના બપોરે ૪ કલાક સુધીનો રહેશે.

આ ઈ ઓકશનનો બિડીંગ કરવાનો સમયગાળો આગામી તા. ૬-૧૦-ર૦ર૪ થી તા. ૮-૧૦-ર૪ સુધીનો રહેશે. તેમજ આ ઈ ઓકશનનું પરિણામ આગામી તા. ૮-૧૦-ર૪ ના બપોરે ૪ કલાકે જાહેર કરવામાં આવશે. ઉકત પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ આ વેબસાઈટ પર જઈને નોંધણી-રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉકત વેબસાઈટ પર લોગ ઈન કરીને વાહન ખરીદીના દિવસ ૦૭ ની અંદર ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રીયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.

વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવેલા રકમનું ચૂકવણું ઓનલાઈન દિવસ-પ માં કરવાનું રહેશે. જેના નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh