Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ટૂંપણી અને ભાણવડના ગુંદામાં
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા ભાણવડ તાલુકામાં સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આરોગ્યની પપ જેટલી સેવાઓનો લાભ એક સ્થળે મળી રહ્યા છે.
રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમાં તબક્કાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તમામ તાલુકાઓમાં સેવા સેતું, સ્વચ્છતા હી સેવા તેમજ એક પેડ માં કે નામ અભિયાન ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ટૂંપણી ગામ તથા ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાશન કાર્ડ, આધારકાર્ડ, આરોગ્ય લગત સેવાઓ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કુલ પપ જેટલી સેવાઓ લાભ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial