Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ફૂડ સેફટીને લઈને
જામનગર તા. ૧: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિની તહેવારોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. શહેરના વિવિધ સ્થળોએ ગરબાના આયોજનો થવાના છે. જેમાં ફૂડ સ્ટોલની પણ ભરપુર વ્યવસ્થા હોય છે.
આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રિમાં રાત્રે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવતા ફૂડ સ્ટોલની માંગ વધુ વધી છે. પરંતુ આ સાથે જ ફૂડ સેફટીને લઈને પણ ચિંતા વધી છે.
આ વખતે સરકાર દ્વારા નવરાત્રિમાં રાત્રે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આવતા ફૂડ સ્ટોલની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા નવરાત્રિ દરમિયાન ફૂડ સ્ટોલ પર કડક નજર રાખવામાં આવશે. તમામ ફૂડ સ્ટોલ ધારકો પાસેથી ફૂડ વિભાગનું લાયસન્સ લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે, અને સ્વચ્છતા તથા હાઈજિન માટે કાળજી લેવામાં આવશે. જો કોઈ સ્ટોલ ધારક નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા ૩ થી ૧૭ ઓકટોબર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈ વિશેષ પખવાડિયું ઉજવવામાં આવશે. શહેરના તમામ સ્થળોએ વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનની આ કાર્યવાહીનો હેતુ નવરાત્રિ દરમિયાન લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને મોડી રહત્રે પીરસાતા અને આરોગાતા ખાદ્ય પદાર્થોની ચકાસણીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, કેમ કે આવા પદાર્થો ફૂડ પોઈઝનિંગ સહિતની તકલીફો ઉભી કરી શકતા હોય છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી નગરજનોને નવરાત્રિની ઉજવણીમાં કોઈ અડચણ ન પડે તે માટે પણ તકેદારી રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial