Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડા ગ્રામપંચાયતમાં યોજાયો સખી ટોક શોઃ સ્વચ્છતાનો સંદેશ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ૧: સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયતમાં સખી ટોક શોનું આયોજન કરાયું હતું.

જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયતમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિલક્ષી સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે. સ્વચ્છતા, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશને સ્વચ્છ રાખવાનો નહીં પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્ત્વ આપવાનો છે.

આ અભિયાન દ્વારા અનેક સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. મહિલાઓનો ફાળો સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમના અમૂલ્ય યોગદાનથી આપણે સફાઈ અભિયાનને વધુ સફળ બનાવી શકીશું, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સખી મંડળોને વર્મી કોમ્પોસ્ટ અંગે વિશેષ ાહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. જેના પરિણામે મહિલાઓએ કચરાને ખાતરમા પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી જમીનની ગુણવત્તામાં વધારો અને ગંદકીમાં ઘટાડો થયો છે.

સ્વચ્છતા આપણા દેશની ઓળખ બને તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સમગ્ર દેશ અને સ્વચ્છતાને હર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતાઓમાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્ત્વ અને વર્મી કોમ્પોસ્ટીંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, હાપા માર્કેટીગ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, કેસુભાઈ લૈયા, ભાવનાબેન, પ્રવિણભાઈ પરમાર, અધિકારીઓ, તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh