Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે લડત સમિતિ દ્વારા
જામનગર તા. ૧: જામનગરમાં સ્વામિનારાયણનગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ (ઘેડ) થી ગાંધીનગર વિસ્તારના ૩૩૧ મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે, જે સમિતિ દ્વારા આવતીકાલે ગાંધી જયંતીના દિવસ તા. ર ઓક્ટોબરની સવારે ૮-૩૦ વાગ્યે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામિનારાયણનગર સુધીની મૌન રેલી યોજીને લોકલડતનો આરંભ કરવાનો નિર્ધાર કર્યો છે.
મનપા દ્વારા વર્ષ ર૦૧૯ માં નવાગામ (ઘેડ) ગાંધીનગર વિસ્તારના પ૦૦ થી વધુ રહિશોને ૩૦ મીટરનો ડીપી શેડ કાઢવા આખા મકાનો અથવા તેના હિસ્સા દૂર કરવા નોટીસો અપાઈ હતી, પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો, અને સ્થાનિક વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાના તંત્રને આવેદન આપી, કમિશનરને મૌખિક રજૂઆતો કરીને આ કપાત રોકવા માગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ર૪૧ લોકો જોડાયા હતાં. ત્યાપછી આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું, પરંતુ હવે ફરી કોર્પોરેશને અગાઉના ૩૦ મીટરવાળા ડીપી રોડને ૧ર મીટર કર્યા પછી કપાતમાં આવતા ૩૩૧ આસામીઓના મકાનો દૂર કરવા નોટીસ આપી છે, ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે ૧૭પ થી વધુ લેખિત વાંધા રજૂ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજૂઆતો કરી છે. તંત્ર સામે હવે લોકો સંગઠીત થયા છે, અને આવતીકાલે ગાંધી જયંતીના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજીની લડતને અનુસરીને જામનગર મહાનગરપાલિકા સામે લડતના મંડાણ કર્યા છે. તેમ લડત સમિતિના કન્વિનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે,અમે તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહ્વાન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial