Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મનપાની નવી સુવિધાનું સુરસુરીયુ
જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે અને વધુ સુચારું વહીવટ માટે સ્માર્ટ કનેકટ નામની નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ તેનો પુરતો ઉપયોગ કરતા નહીં હોવાથી મહાનગરપાલિકાની યોજનાને ધારી સફળતા મળતી નથી.
જેએમસી કનેકટ નામની નવી એપ્લીકેશનનું ત્રણ અઠવાડીયા પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ એવો હતો કે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી શકાય. લાઈટ, પાણીની તુટેલી લાઈન, સફાઈ વગેરે સહિતના પ્રશ્નો લોકો ફોટા સાથે ફરિયાદ સ્વરૂપે આ એપ્લીકેશનમાં અપલોડ કરી શકે છે. જે સીધી જ જે-તે સંબંધિત વિભાગના અધિકારીને મોબાઈલમાં ફરિયાદ મળે અને ત્વરીત તેનો નિકાલ કરી શકાય પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આ એપ્લીકેશનનો પુરતો ઉપયોગ કરતા નથી. આથી લોકોની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. પરિણામે નવી એપ્લીકેશન અર્થહીન સાબિત થઈ રહી છે. મળતી માહિતી મુજબ ચારેક દિવસ પહેલાના સત્તાવાર આંકડા મુજબ પ૦૦ જેટલી ફરિયાદો ઓનલાઈન મળી હતી તેમાંથી માત્ર ૩૦ ફરિયાદનો જ નિકાલ કરવામાં આવ્યો હતો એટલે કે બે અઠવાડિયામાં સમયગાળામાં માત્ર ૬ થી ૭ ટકા ફરિયાદનો નિકાલ કરાયો હતો. તો આવી એપ્લીકેશન માટે અડધા કરોડનું આંધણ કરવાનો શો અર્થ?
જો કે આ માટે ખાનગી બેન્કે ખર્ચ આપ્યા છે પરંતુ તેમણે પણ ખર્ચ તો કર્યા જ છે તેનો શું મતલબ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial