Advertisement
Author: નોબત સમાચાર

આજે સાંજે ગીતા-વિષ્ણુ સહસ્ત્રના પાઠ

પિતૃ કલ્યાણ અર્થે સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા

જામનગર તા. ૧: સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા પિતૃ કલ્યાણ માટે શ્રીમદ્ ભગવત્ ગીતાના પંદરમા અધ્યાય તથા શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને તા. ૧-૧૦-ર૦ર૪, મંગળવારના સાંજે ૭.૩૦ વાગ્યે સિદ્ધિ વિનાયક મંદિર, વિનાયક પાર્ક, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ચૌદમા શ્રાદ્ધને શહીદ તિથિ તરીકે પણ ગણવામાં આવે છે. તેથી આ સમયે શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના સૈનિકોની રક્ષા થાય તે માટે ઉપરોક્ત સ્થળે આગામી રવિવારથી સાંજે ૭.૩૦ વાગ્યે હનુમાન ચાલીશાના સામૂહિક પાઠ કરવામાં આવશે. આ કાર્યક્રમના સંકલનકર્તા કૃણાલસિંહ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજા આ કાર્ય ઈશ્વરભાઈ ચૌહાણ અને કિરીટભાઈ કારિયાના માર્ગદર્શનમાં યોજાશે. જનતાને આ પાવન કાર્યનો લાભ લેવા પૂજારી વિનાયક ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh