Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર પાસે જાહેર ઉકરડામાં ઢોરનો જમાવડોઃ ગરબાના મંડપ નજીક ઉકરડામાં દારૂની ખાલી બોટલો

નગરનું નજરાણુ કે નર્કાગાર?: આ દૃશ્યોથી રજવાડી નગરની ગરિમા ઝંખવાય છે

જામનગરનું એક સમયે નજરાણુ ગણાતું હતું તે પંચેશ્વર ટાવર હવે નર્કાગારનું નાકુ બની ગયું હોય તેમ ત્યાં જાહેર ઉકરડો સર્જાયો છે. અને રોડ વચ્ચે સર્જાયેલા આ ઉકરડામાં એકઠા થયેલા રખડૂ ઢોર અડીંગો જમાવીને બેઠા છે., તે વરવા દૃશ્યો છોટીકાશી અને રજવાડીનગરની ગરિમાને લજવી રહ્યા છે. અત્યારે નવરાત્રિની તૈયારી ચાલી રહી છે, અને મંડપો તથા સુશોભન થઈ રહ્યા છે તેની નજીક આ પ્રકારના ઉકરડા સ્વચ્છતા અભિયાનના ખોખલા દાવાઓને ઉજાગર કરી રહ્યા છે, અને જામનગરના સત્તાધીશો તથા તંત્રોની લાપરવાહી તથા નિષ્ફિકરાઈ પણ દર્શાવી રહ્યા છે. અંધુરામાં ૫ૂરૂ આ ઉકરડામાં ઉઘાડે છોગ દારૂની ખાલી બોટલો પણ દેખાતી હોવાથી ગાંધીજીના ગુજરાતમાં જ દારૂબંધીની અમલવારીની અસલિયત પણ ખુલ્લી પડી રહી છે. આ બધા કારણે પંચેશ્વર ટાવરની આજુબાજુ વસવાટ કરતા સજ્જનો તથા ધંધાર્થીઓને પણ તકલીફ પડી રહી છે, જ્યારે અહીંથી નીકળતા નગરજનોને પણ ભોંઠપ અનુભવવી પડી રહી છે, શું મનપાના મહારથીઓ આ દૃશ્યો નિહાળીને કાંઈ કરશે ખરા...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh