Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૬ માં પણ વિરોધ થયો હતો
જૂનાગઢ તા. ૧: ગીર અભયારણ્યની ફરતી તરફ ઈકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં મુદ્દે ગીર પંથકના ગામડાઓમાં વિરોધના સૂર ઊઠવાનું શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોએ એક અવાજે ઈકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે. સોમવારે (૩૦ મી સપ્ટેમ્બર) વિસાવદર તાલુકાના સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી ઈકો સેન્સિટિવ ઝોન લાગુ નહીં કરવા સુત્રોચ્ચાર કર્યા હતાં.
ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની વાત આવે ત્યારે ગીરના ગામડાઓમાં વિરોધનો વંટોળ ફાટી નીકળે છે. વર્ષ ર૦૧૬ માં પણ આ અંગે વિરોધ થયો હતો. હવે વર્ષ ર૦ર૪ મા ફરીવાર કેન્દ્ર સરકારના વન વિભાગ દ્વારા ગીર, પાણીયા અને મિતીયાળાને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેને લઈને વિસાવદર પંથકથી વિરોધ શરૂ થયો છે.
ભાજપના હોદ્દેદારો દ્વારા વિસાવદર પંથકમાંથી ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધી પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. જો કે, આ જ મુદ્દે સરપંચ, અન્ય પક્ષો પણ વિરોધ કરવાના હતાં, બાદમાં આ કાર્યક્રમ સર્વપક્ષીય નક્કી કરી ઈકો સેન્સિટિવ ઝોન લાગુ નહીં કરવા માંગ કરી છે.
ઈકો ઝોન રદ કરો... રદ કરો... નહીં ચલેગા... નહીં ચલેગા.. ઈકો ઝોન નહીં ચલેગા..ના વિસાવદર પ્રાંત કચેરીમાં નારા લગાવ્યા હતાં, આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા, ભાજપ પ્રમુખ હરી રિબડિયા, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચ સહિતનાઓએ રજુઆત કરી હતી કે, ઈકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. ખેડૂતોની જમીન બિનખેતી કરવાની હોય તેમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. ઉદ્યોગના વ્યવસાયમાં રૂકાવટ આવે તેમ છે. આવા અનેક કારણોને લીધે ગામડાનો વિકાસ રૃંધાઈ જશે. અગાઉ જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત રાખવા અને ઈકો સેન્સિટિવ ઝોનમાંથી વિસાવદર પંથકને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી ઈકો સેન્સિટીવ ઝોન નાબુદ કરવાની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વિસાવદર પંથકમાં વિરોધ કાર્યક્રમ શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial