Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દરોડામાં ચૌદ શખ્સ અડધા લાખની મત્તા સાથે ઝબ્બેઃ
જામનગર તા. ૧: જામનગર નજીકના દરેડ તેમજ જામજોધપુરના ઝીણાવારી અને વનાણામાં પોલીસે જુગાર પકડવા પાડેલા ત્રણ દરોડામાં બાર પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. લાલપુરના ઝાખરમાંથી પણ બે શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. ચારેય સ્થળેથી કુલ રૂપિયા અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં ગઈ કાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નેમચંદ લાલારામ ભોજપાલ, સુનિલ કિશનલાલ સકસેના, નરેન્દ્રસિંગ રામચરણ સંચોલી નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ. ૨૩૪૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા અશોક ઉર્ફે રામજી વસરામભાઈ ચૌહાણ, ધીરૂભાઈ ચંદુભાઈ ચૌહાણ, શૈલેષ ગોવાભાઈ શીર નામના ત્રણ શખ્સને જામજોધપુર પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂ. ૭૦૮૦ કબજે કરાયા છે.
જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં ગઈકાલે સાંજે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી મળતા શેઠવડાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે ખીમાભાઈ ગાજરોતરના મકાન પાસે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા મહેશ ગોરધનભાઈ ડાભી, બાબુભાઈ વીરાભાઈ રાઠોડ, વિજય ધરમશીભાઈ ઝીંઝુવાડીયા, નરેન્દ્રસિંહ નથુભા જાડેજા, ખીમાભાઈ પોલાભાઈ ગાજરોતર, રણમલ દેવાભાઈ બારીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૧૨૭૨૦ રોકડા, એક બાઈક, ચાર મોબાઈલ મળી કુલ રૂ. ૪૬૨૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામમાં કુંભારપાડામાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા જીગર ધીરૂભાઈ દુધરેજીયા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા નામના બે શખ્સ રૂ. ૭૭૦ સાથે ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial