Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં બપોર સુધીમાં સરેરાશ ૪૩% મતદાન

કેટલાક સ્થળે સવારથી જ લાંબી લાંબી લાઈનો લાગીઃ ઘણાં સ્થળે બમ્પર વોટિંગ

નવી દિલ્હી તા. ૧: જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની ત્રીજા તબક્કામાં ઘણાં સ્થળે ભારે મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો છે. બપોર સુધીમાં ૪૨ ટકાથી વધુ મતદાન હોવાનું જાણવા મળે છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઊભા રહેલા જોવા મળે છે. કેન્દ્રશાસિત પ્રદેશના ૭ જિલ્લાઓમાં ૪૦ મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

કેટલાક સ્થળોએ સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક સ્થળે બમ્પર મતદાન થયું છે. બપોર સુધીમાં ૪૩% જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં ર૦,૦૦૦ થી વધુ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ અને મુઝફ્ફર બેગ સહિત ૪૧પ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉના તેમણે અનુક્રમે ર૦૧૯ અને ર૦ર૦ માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો છે. હું તમામ મતદારોને વિનંતી કરૂ છું કે તેઓ આગળ આવે અને લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા માટે પોતાનો મત આપે. મને સંપૂર્ણ વિશ્વાસ  છે કે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મિત્રો ઉપરાંત મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેશે.'

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'હું લોકોને અપીલ કરૂ છું કે બહાર આવો અને મતદાન કરો. જે રાજકીય પક્ષ સત્તામાં આવે છે તેણે મુદ્દાઓ ઉકેલવા પડશે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh