Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબા સમયથી પડતર પડેલા પ્રશ્નો નહીં ઉકેલાય તો
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારોએ નગરપાલિકાના પ્રમુખને રજુઆતો કરી છે કે તત્કાળ પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો નવરાત્રિ પછી કામ બંધ રાખીને હડતાલ પર જવાની ફરજ પડશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા પાલિકામાં કામ કરતા સફાઈ કામદારો દ્વારા તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આક્રોશ વ્યકત કરતા પાલિકા પ્રમુખને રૂબરૂ રજુઆત કરીને તાકીદે પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી.
ખંભાળીયા પાલિકાના કર્મચારી તથા રાજ્ય સફાઈ કર્મચારી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે દોઢ વર્ષથી માંગણીઓ અંગે કંઈ થતું નથી. પાલિકાના સફાઈકર્મીઓ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા સરકારમાં રજુઆત થઈ દરખાસ્ત થઈ પણ સફાઈ કામદારો સિવાયના ઓફિસકર્મીને ઉ.પ.ધો. મળી ગયો સફાઈના કાયમીને નહીં !!
પાંચ સફાઈકર્મીની કાયમી ભરતી કરવા દોઢ-બે વર્ષથી પ્રક્રિયા હજુ ચાલુ જ છે !! કાયમી સફાઈ કર્મીની રપ જગ્યાઓ ખાલી છે તે ભરાતી નથી !! અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ તો મળી ગયું ઉ.પ.ધો. મુજબ નવો પગાર તથા તફાવતની રકમ પણ ચુકવાઈ ગઈ જ્યારે સફાઈ કાયમી કર્મીઓને કહેવાયું કે તમારી પાલિકામાં મહેકમ ખર્ચ વધુ છે એટલે નહીં અપાય તો અગાઉ ચુકવાયું ત્યારે પણ મહેકમ ખર્ચ વધુ હતું તો અગાઉ ચુકવાયું ત્યારે પણ મહેકમ ખર્ચ વધુ હતું તો પછી શા માટે તેમને ચુકવાયું ને સફાઈકર્મીને નહીં...!!
કર્મચારીના ઈપીએફ કપાઈ જાય છે ખાતામાં ભરાતા નથી !!
સફાઈ કર્મી મંડળના રાજય મહામંત્રી વાઘેલાએ જણાવેલ કે વહીવટ કેમ ચાલે છે તે શંકાસ્પદ છે. ૧૧-૧૧ માસથી કર્મચારીઓના ખાતામાંથી પગાર ચુકવતા વખતે ઈપીએફના પૈસા કપાઈ જાય છે પણ ૧૧ માસ થવા છતાં હજુ ઈપીએફ એકાઉન્ટમાં જમા થયા નથી તો આ રકમ કયાં ગઈ ? તેનંુ વ્યાજ ૧૧ મહિનાનું કર્મચારીને ના મળે તે કોણ ચુકવે...? તે પણ પ્રશ્ન છે. દ્વારકા જેવી નગરપાલિકાઓમાં અકસ્માત મૃત્યુના કેસમાં કર્મચારીને ર૪ કલાકમાં પ૦ હજારની મદદ કરાય છે અહીંયા નથી થતી !!
સફાઈકર્મી આકરા મૂડમાં આંદોલન માર્ગે જશે !!
પાલિકા સફાઈકર્મીઓના આ ગંભીર પ્રશ્નો અંગે દોઢ વર્ષથી કોઈ સાંભળતું ન હોય, ગઈકાલે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીને રજુઆત કરતા તેમણે આ બાબતે સંકલન કરી પ્રશ્નોના નિકાલની કોશિશનું જણાવ્યું છે. પણ આજની પાલિકા સામાન્ય સભામાં પણ આ મુદ્દો લેવાયો ના હોય સફાઈકર્મીઓ નવરાત્રિ તહેવારોનું માન રાખીને આ તહેવારો પછી આકરા આંદોલનનો માર્ગ અપનાવે તેવી સંભાવના મનાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial