Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યાર સુધીમાં પાંચમી વખત ડેમ ભરપૂરઃ
અમદાવાદ તા. ૧: નર્મદા ડેમ આ વર્ષે પ્રથમ વખત અને કુલ પાંચમી વખત છલોછલ ભરાયો છે, જેના વધામણા મુખ્યમંત્રીના હસ્તે થઈ રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે ૧૩૮.૮૮ મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી નર્મદા નીરના વધામણા કરશે તેમ જાહેર થયું છે. ડેમ મંગળવારે સિઝનમાં પહેલીવાર છલોછલ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.
હાલ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. ડેમમાં પાણીની સપાટી જાળવવા એક દરવાજો ૧.૩૦ મીટર ખુલ્લો રાખ્યો છે. સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ ૮ર,૪૦૮ ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ પ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં ૪૩૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઈન મારફતે ૪૦,૯૩૦ ક્યુસેક પાણીની જાવક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ સપ્ટેમ્બર, ર૦૧૭ ના દિવસે ડેમ પર ગેટ લાગ્યા પછી ડેમનું લોકાર્પણ કર્યું હતું. ડેમને ૧પ સપ્ટેમ્બર ર૦૧૯ માં પહેલી વખત ૧૩૮.૬૭ મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. આજે ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાઈ ગયો છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને ચેતવણી આપવામાં આવી છે. નદી કાંઠે વસતા ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ નુક્સાનની ઘટના જણાય તો તુરંત જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial